Anjana Yuva Information Portal

ગુજરાત પોલીસમાં જુદા જુદા સંવર્ગ ની ભરતી અંગે જાહેરાત ક્રમાંકઃઃ GPRB/202324/1

ગુજરાત પોલીસ દળમાં PSI કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સીપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ: 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર છે.

New


પોલીસ સબ ઇન્સ્પેકટર ( પી. એસ. આઇ. ) ભરતી બોર્ડ ની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 વિગતવાર જોવા માટે નીચેની લીંક પર કલીક કો

જાહેરાત અંગે સુચના



પોલીસ સબ ઇન્સ્પેકટર ( પી. એસ. આઇ. ) ભરતી બોર્ડ ની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ તથા વિગતવાર સુચનાઓ જોવા માટે નીચેની લીંક પર કલીક કો

જાહેરાત



બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતિર્ણ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહિં કલીક કરો.

QUALIFIED LIST OF PET-PST FOR UPSI (GPRB-2025)



ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 રૂલ્સ અને રેગ્યુલેશન જોવા માટે નીચે જણાવેલ લીંન્ક વિઝીટ કરો.

રીક્રુટમેન્ટ રુલ્સ એન્ડ રેગ્યુલેશન


પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે નીચે FAQ લીન્ક પર કલીક કરો

FAQ ભાગ-1

FAQ ભાગ-2


Exam Sylabus

PSI Cader

Lok Rakshak Cader

ગુજરાત પોલીસના જુદા જુદા સંવર્ગની ભરતી અંગેની જરૂરી માહિતી

જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 કુલ જગ્યા - 12472 ની વિગતવાર માહિતી

અનુક્રમ સંવર્ગ ખાલી જગ્યાની વિગત
  બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરુષ)
૩૧૬
  બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા)
૧પ૬
  બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)
૪૪રર
  બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)
ર૧૭૮
  હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)
રર૧ર
  હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)
૧૦૯૦
  હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.)(પુરુષ)
૧૦૦૦
  જેલ સિપોઇ (પુરુષ)
૧૦૧૩
  જેલ સિપોઇ (મહિલા)
૮પ
  કુલ
૧ર૪૭ર

ઓનલાઇન અરજી કરતી વખતે જરૂરી વિગતો, પરીક્ષા ફી, જગ્યાઓની વિગત, પો.સ.ઇ. અને લોકરક્ષક બન્ને કેડર માટે મર્યાદા અને શૈૈક્ષણિકલાયકાત, કોમ્પ્યુટરનું જ્ઞાન, શારીરિક ધોરણો, પો.સ.ઇ. કેડર પરીક્ષાના ચરણો, લોકરક્ષક કેડર પરીક્ષાના ચરણો, બન્ને કેડરની શારીરિક કસોટી, શારીરિક કસોટી કવોલીફાઇંગ નેચર, મેઇન એકઝામ, મેઇન એકઝામ સીલેબસ, વિશેષ ગુણ માટેના ધોરણો તથા પસંદગી યાદી વિગેરે આ તમામ બાબતો અંગે વિગત વાર જાણવા માટે જાહેરાત કાળજી પુર્વક વાંચવી, જાહેરાત એકથી વધુ વખત કાળજીપૂર્વક વાંચવા સલાહ છે.

પરીક્ષાના વિગતવાર કાર્યક્રમની PDF ડાઉનલોડ કરો

નોંધઃ- ઉપરોકત કાયર્ક્રમમાં જણાવેલ સમયગાળો અંદાજીત છે, તેમાં કોઇપણ કારણોસર ફેરફાર થવાની શકયતાઓ રહેલી છે. આ માહિતી ઉમેદવારોને માગર્દશર્ન મળી રહે તે હેતુથી સંભવિત કાર્યક્રમ જણાવેલ છે.


નોંધઃ- ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત આધારિત યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે. સંપુર્ણ માહિતી માટે મુખ્ય જાહેરાત અવશ્ય જોવી તથા ભરતી બોર્ડની વેબ સાઇટ, ઓજસની વેબસાઇટ તથા ભરતીબોર્ડના ચેરમેનશ્રીનું ટવીટર ( X ) પેજ અવાર નવાર જોતા રહેવું


જાહેરાત મુજબ પરીક્ષાનું માળખું

1. શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક ધોરણો

તમામ જગ્યાઓ માટેે નીચે પ્રમાણે એક જ સંયુકત શારીરિક કસોટી યોજાશે.

અનુક્રમ ઉમેદવારો ની વિગત કસોટી કવોલીફાઇંગ સ્ટાન્ડર્ડ
  પુરુષ ૫૦૦૦ મીટર દોડ ૨૫ મિનિટમાં
  મહિલા ૧૬૦૦ મીટર દોડ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં
  એકસ સર્વિસમેન ર૪૦૦ મીટર દોડ ૧ર મિનિટ ૩૦ સેકન્ડમાં

શારીરિક ધોરણો (લઘુતમ)

અનુક્રમ વિગત ઉંચાઇ (સે.મી.) છાતીનું માપ (સે.મી.)*
ફુલાવ્યા વગર (સે.મી.) ફુલાવ્યા પછી (સે.મી.) બન્ને માપનું તફાવત (સે.મી.)
  પુરુષ ઉમેદવાર માટે ૧૬૫ ૭૯ ૮૪
  અનુ. જન જાતિના પુરુષ ઉમેદવાર માટે ૧૬ર ૭૯ ૮૪
  મહિલા ઉમેદવાર માટે ૧૫૫ - - -
  અનુ. જન જાતિના મહિલા ઉમેદવાર માટે ૧૫૦ - - -

2. PSI કેડર ની 2nd Stage Main Exam

શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) તથા શારીરિક માપદંડ કસોટી (Physical Standard Test) માં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને પો.સ.ઇ. કેડરની 2nd Stage: Main Examમાં બોલાવવામાં આવશે.

મુખ્ય પરીક્ષા 300 ગુણની રહેશે જેમાં 2 પેપર (ઓબજેકટીવ પ્રકાર અને વર્ણનાત્મક પ્રકાર) નો સમાવેશ થાય છે. દરેક પેપરનો સિલેબસ, સરેશન અને માર્કસ નીચે મુજબ છે.

PSI કેડર 2nd Stage: Main Exam પરીક્ષાનું માળખું

અનુક્રમ પ્રશ્નપત્રનું પ્રશ્નપત્રનું નામ સમય કુલ ગુણ
  Paper -1 GENERAL STUDIES (MCQ)
200
3 hours
  Paper -2 GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCRIPTIVE)
100
3 hours
 
મુખય લેખિત પરીક્ષાના કુલ ગુણ
300
6 hours

PSI કેડર Paper - 1 GENERAL STUDIES (MCQ) Syllabus


આ પેપર - ૧ બે પાર્ટમાં લેવામાં આવશે. પાર્ટ - એ અને પાર્ટ - બી. મુજબ.

Part - A

Part - B

  1. The Constitution of India and Public Addministration (ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન ના પ્રશ્નો પુછવામાં આવશે.(રપ માર્કસ ):
    1. ભારતીય બંધારણ – ઉદભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજયનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું

    2. સંઘ અને રાજયના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજય વિધાનમંડળ : માળખુ, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજયપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા.

    3. સમવાય તંત્ર તથા કેન્દ્ર-રાજય સંબંધો

    4. બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.

    5. પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ

    6. ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ – પ્રાચીન ભારતથી સાંપ્રત ભારત સુધી

    7. અમલદારતંત્ર તથા મુલ્કી સેવાઓ

    8. કેન્દ્ર, રાજય તથા જિલ્લાનું વહીવટીતંત્ર

    9. કાયદો તથા વ્યવસ્થાનું પ્રશાસન

    10. કેન્દ્ર અને રાજય સકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો

  2. History, Geography, Cultural Heritage (ઇતિહાસ, ભુગોળ, સાંસ્કૃતિક વારસો ના પ્રશ્નો પુછવામાં આવશે. : (રપ માર્કસ)
  3. ઇતિહાસઃ

    1. સિંધુખીણની સભ્યતા

    2. વૈદિક યુગ

    3. જૈન અને બૌધ્ધ ધર્મ

    4. ગણરાજયો તથા પ્રથમ મગધ સામ્રાજય

    5. મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો

    6. હરિઅંક, નંદ, મૌર્ય, શૃંગ, કણ્વ, શક, કુષાણ, સાતવાહન, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુકય, ગુર્જર પ્રતિહાર, ચૌલ, પાલ, દિલ્હી સલ્તનત, મુગલ સામ્રાજ્યે, વિજયનગર સામ્રાજય, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો - તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક-સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ

    7. ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ

    8. ભારતમાં કંપની શાસન

    9. ૧૮૫૭ નો બળવો અને ભારતમાં બ્રિટીશ તાજનું સીધુ શાસન

    10. ભારતની સ્વાતંત્રતા માટેની ચળવળ તથા સ્વતાંત્ર્ય પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત

    11. ૧૯ મી તથા ૨૦ મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો

    12. ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક-સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અẴ સંસ્કૃતિ

    ભુગોળઃ

    1. સામાન્ય ભૂગોળ : સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વી ની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમયુચ્ય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો : ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો.

    2. ભૌતિક ભૂગોળ : ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર તથા અન્ય કુદરતી આફતો, વિવિધ આબોહવા પ્રદેશો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.

    3. સામાજિક ભૂગોળ : ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં : વસ્તીનું વિતરણ, વસ્તી, ઘનતા, વસ્તીવૃધ્ધિ, સ્ત્રી પુરૂષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ.

    4. આર્થિક ભૂગોળ : અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાો, પાયાના ઉદ્યોગો – કૃષિ, ખનીજ, જંગલ, ઈધણ (બળતણ) અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર.

    5. વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં વિશ્વની ભૂગોળ.

    સાંસ્કૃતિક વારસો :

    1. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઈત્યાદિ

    2. ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ

    3. ગુજરાતના સંગ્રહસ્થાન, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક-ધાર્મિક-સાહિત્યિક મહત્વ.

    4. ગુજરાતી રંગભૂમિ : નાટકો, ગીતો, નાટયમંડળીઓ.

    5. આદિવાસી જનજીવન: તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ.

    6. ગુજરાતી સાહિત્ય : પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ.

  4. રપ માર્કસ = Current Affairs and General Knowledge (રોજ બરોજના બનાવો તથા સામાન્ય જ્ઞાન) ના પ્રશ્નો પુછવામાં આવશે.

  5. રપ માર્કસ = Enviroment, Science and Tech and Economics (પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર ના પ્રશ્નો પુછવામાં આવશે.

  6. પર્યાવરણ:

    1. પર્યાવરણને લગતા મુદ્દાઓ, તેના કાયદાકીય પાસા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ, સંમેલનો અને સંધિઓ, બાયોડાયવર્સિટી (જૈવ વિવિધતા) નું મહત્વ, કલાઈમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો (નીતિઓ અને પ્રોટોકોલ) તથા ભારતની પ્રતિબધ્ધતા

    2. ભારતમાં વન અને વન્યજીવન – વન અને વન્યજીવન સંરક્ષણ માટે કાનૂની તથા સંસ્થાકીય માળખું. પ્રજાતિ સંરક્ષણ પ્રોજેકટ : વાઘ, સિંહ, ગેંડો, મગર વગેરે.

    3. પ્રદૂષણ - પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર, ઓઝોન લેયર ક્ષય, એસિડ વર્ષા, અસરો અને નિયંત્રક પગલાઓ, હવા, પાણી અને અવાજના પ્રદૂષણનું નિયંત્રણ અને નિવારણ.

    4. પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી (તાપ વૃધ્ધિ), કલાઈમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એકશન પ્લાન.

    5. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણો

    વિજ્ઞાન અને ટેકનોલોજી

    1. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા.

    2. ઈન્ફોર્મેશન અને કોમ્યુનિકેટોન ટેકનોલોજી (આઈસીટી) : રોજબરોજના જીવનમાં આઈસીટી, આઈસીટી અને ઉદ્યોગ, આઈસીટી અને ગવર્નન્સ, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ-ગર્વનન્સ કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિકયુરીટી, નેશનલ સાયબર ક્રાઈમ પોલિસી.

    3. ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ / વિકાસ. ઈસરો તથા અન્ય સંસ્થાઓ - તેમની પ્રવૃત્તિઓ અને સિધ્ધિઓ, વિવિધ સેટેલાઈટ કાર્યક્રમો, દૂરસંચાર માટે ઉપગ્રહો, ઈન્ડિયન રીજીયોનલ વિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS), ઈન્ડિયન રિમોટ સેન્સિંગ (IRS) સેટેલાઈટ, ભારતીય મિસાઈલ કાર્યક્રમ, સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપગ્રહ, એજયુસેટ, ડીઆરડીઓ (DRDO) – વિઝન, મિશન અને પ્રવૃત્તિઓ.

    4. ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોતો અને ભારતની ઉર્જા નીતિ – સરકારની નીતિઓ અને કાર્યક્રમો.

    5. ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબધ્ધતા : ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા.

    અર્થશાસ્ત્ર

    1. સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસ, આયોજનના મોડેલો અને સમયાંતર્સે તેમાં આવેલા ફેરફારો, સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર : નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ : ઉદ્દેશો, બંધારણ અને કાર્યો.

    2. ભારતીય જાહેર તિ વ્યવસ્થા : ભારતીય કર પધ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય. કેન્દ્ર અને રાજયના નાણાકીય સંબંધો, વસ્તુ અને સેવા કર (GST), ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ.

    3. ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા.

    4. કૃષિ ક્ષેત્ર : મુખ્ય પાકો, દેશના વિવિધ ભાગોમાં પાકની તરેહ, સિંચાઈ, સંસ્થાકીય માળખું ભારતમાં જમીન સુધારાણાઓ : કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો – કૃષિ નીપજ અને ઉત્પાદનોની ભાવનીતિ: કૃષિ વિત્તિય નીતિ : કૃષિ વેચાણ અને સંગ્રહ : ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી અને તેની નીતિ.

    5. ગુજરાતનું અર્થતંત્ર – એક અવલોકન : ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો : શિક્ષણ, આરોગ્ય અને પોષણ. કૃષિ, વન, જળ સંશાધનો, ખાણ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. ગુજરાતમાં સહકારી ક્ષેત્ર.

  7. Part-B કુલ ૧૦૦ માર્કસ ના ૧૦૦ MCQ (Multiple Choice Question) પુછવામાં આવશે.

  8. દરેક પ્રશ્ન એક માર્કનું રહેશે.

  9. Part-B ઓછામાં ઓછા પાસીંગ માર્કસ 40 % નું ધોરણ રહેશે.

  10. દરેક પ્રશ્નના ખોટા જવાબ બદલ માર્ક 0.25 % કપાશે

  11. જો ઉમેદવાર પ્રશ્નનો જવાબ આપવા માગતા ના હોય તો Not Atempt E ઓપ્શન પસંદ કરવું જેેથી નેગેટીવ માર્ક કપાય નહી.

  12. જો ઉમેદવારે કોઇ પણ વિકલ્પ પસંદ કરેલ નહિ હોય તો 0.25 % પ્રશ્ન દીઠ નેગેટીવ માર્ક કપાશે.

  13. નોંધ : ઉમેદવારે પાર્ટ - એ અને પાર્ટ -બી બન્ને પાર્ટમાં સેપરેટલી પાસીંગ માર્ક ઓછામાં ઓછા ૪૦ % લાવવાના રહેશે.

    PSI કેડર Paper - 2 ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (વર્ણનાત્મક): Syllabus


    અનુક્રમ પ્રશ્નપત્ર વિષય વિષય કન્ટેન્ટ વિષય કન્ટેન્ટવાઇઝ ગુણ
     
    Paper -2
    પાર્ટ - A ગુજરાતી ભાષા કૌશલ્ય
    Essay (350 Words)
    30
      Precis Writing
    10
      Comprehension
    10
      Report writing
    10
      Letter Writing
    10
     
    Paper -2
    પાર્ટ - B અંગ્રેજી ભાષા કૌશલ્ય
    Precis Writing
    10
      Comprehension
    10
      Translation (From Gujarati ti English)
    10
     
    ટોટલ ગુણ
    100

    જરૂરી સુચનાઓઃ

    1. The Paper 1 of Main Examination shall be objective type and Paper 2 shall be Descriptive type.

    2. The Qualifying standard for PAPER-1 GENERAL STUDIES (MCQ) shall be minimum 40% marks in PART-A and PART-B separately.

    3. The Qualifying standard for PAPER-2 GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCIPTIVE) shall be minimum 40% marks

    4. The evaluation of Paper-2 GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCIPTIVE) shall be made only for those candidates who score minimum 40 per cent. Qualifying marks in PART-A and PART-B of PAPER-1 GENERAL STUDIES (MCQ) separately.

    5. એટલે કે પેપર-૨ ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (વણર્નાત્મક) નું મુલ્યાંકન ફક્ત તે ઉમેદવારો માટે જ કરવામાં આવશે કે જેઓએ પેપર-૧ જનરલ સ્ટડીઝ (MCQ) ના PART-A અને PART-B માં અલગ-અલગ ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવેલ હશે તેવા જ ઉમેદવારોના મૂલ્યાંકન કરવાનું રહેશે.
    6. વિશેષ ગુણ ભારાંક :

      • એન.સી.સી. નું “સી” સર્ટીફીકેટ ધરાવનાર ઉમેદવારોને વધારા ના ૨ (બે) ગુણ આપવામાં આવશે.

      • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સીટી તરીકે ઓળખાતુંં હતું) દ્વારા આપવામાં આવેલ ૧ (એક) વર્ષ અને તેથી વધુ સમયગાળાની કોઈપણ ડિપ્લોમા/ સ્નાતક ડિગ્રી/ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા/ પોસ્ટ ગ્રેજયુએશ ડિગ્રી ધરાવતા ઉમેદવારનેનીચે દશાર્વેલ વધારાના ગુણ આપવામાં આવશે

        • ૧ વર્ષ – ૦૫ (પાંચ) ગુણ

        • ૨ વર્ષ – ૦૯ (નવ) ગુણ

        • ૩ વર્ષ – ૧૨ (બાર) ગુણ

        • ૪ વર્ષ અને તેથી વધારે – ૧૫ (પંદર) ગુણ

      • જાહેરાતમાં જણાવેલ પરીપત્રમાં જણાવેલ નિયત કરેલ શરતો પરિપૂર્ણ કરનાર એથલેટીકસ, (ટ્રેક અને ફિલ્ડ રમતો સહીત) બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ક્રિકેટ, ફુટબોલ, હોકી, સ્વિમીંગ, ટેબલ ટેનીસ, વોલીબોલ, ટેનીસ, વેઇટ લિફટીંગ, રેસલીંગ્, બોકસીંગ, સાયકલીંગ, જીમ્નેનેસ્ટીક, જુડો, રાઇફલ શુટીંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસ્વારી, ગોળાફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ, હેન્ડબોલની રમતો-ખેલકુદમાં રાષ્ટ્રીય/આંતર રાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે મુખ્ય પરીક્ષાના PAPER-1 અને PAPER-2 માં મેળવેલ કુલના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે.

      • જાહેરાતમાં જણાવેલ પરીપત્રમાં ઠરાવ્યા મુજબ વિધવા મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે મુખ્ય પરીક્ષાના PAPER-1 અને PAPER-2 માં મેળવેલ કુલના પાંચ ટકા ગુણ આપવામાં આવશે. પરંતુ આ માટે તેઓએ નિમણુંક સમયે પુનઃ લગ્ન કરેલ ન હોવા જોઇએ. તે અંગે ભરતી બોર્ડ / સરકારશ્રી માગેે ત્યારે અને તેવા તમામ પુરાવા / પ્રમાણપત્રો અસલમાં રજુ કરવાના રહેશે.

      દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોનું મેરીટ નીચે મુજબના ગુણને ધ્યાને લઇ નક્કી કરવામાં આવશે.

      • મુખ્ય પરીક્ષાના PAPER-1 અને PAPER-2 માં મેળવેલ કુલ ગુણ

      • એન.સી.સી. “સી” સર્ટીફિકેટ આધારે મળવાપાત્ર વિશેષ ગુણ

      • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સીટી તરીકે ઓળખાતુંં હતું) ના પ્રમાણપત્ર આધારે મળવાપાત્ર વિશેષ ગુણ

      • માન્ય રમતગમતના પ્રમાણપત્ર આધારેે મળવાપાત્ર વિશેષ ગુણ

      • વિધવા મહિલાને મળવાપાત્ર વિશેષ ગુણ

      ઉપરોકત જણાવેલ મળવાપાત્ર ગુણનો સરવાળો કરી મેરીટના આધારે ખાલી જગ્યાના આશરે ૨ (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. જેના આધારે અંતિમ પસંદગી યાદી બોર્ડ ધ્વારા તૈયાર કરવામાં આવશે.

      લોકરક્ષક કેડર ભરતી માટે જરૂરી સુચનાઓઃ

      Please Wait coming soon ......