Anjana Yuva Information Portal

Useful Magazine / ઉપયોગી મેગેજીન્સ

ગુજરાત પાક્ષિક

પખવાડિક મેગેજીન છે. ગુજરાત સરકારનું માહિતું ખાતું આ મેગેજીન નું પ્રકાશન કરે છે. સરકારની જુદી જુદી યોજનાઓ વિશેની માહિતી તથા વિવિધ ઉપયોગી માહિતી આ પખવાડીક માં આપવામાં અાવે છ. માસિક લવાજમ ભરીને પણ મંગાવી શકાય છે તેમજ માહિતી ખાતાની વેબસાઇ https://gujaratinformation.gujarat.gov.in/ પર જઇને પણ PDF ફાઇલ ડાઉનલોડ કરી વાંચી શકાય છે.

યોજના

યોજના એ માસીક મેગેજીન છે. સરકારની જુદી જુદી યોજનાઓ વિશેની માહિતી તથા વિવિધ ઉપયોગી માહિતી આ પખવાડીક માં આપવામાં અાવે છ. જેનું માસિક લવાજમ ભરીને પણ મંગાવી શકાય છે તેમજ યોજના વિભાગની વેબસાઇ http://yojana.gov.in પર જઇને PDF ફાઇલ ડાઉનલોડ કરી વાંચી શકાય છે.

ગુજરાત રોજગાર સમાચાર

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતું રોજગારી લક્ષી આ સાપ્તાહિક છે. જેમાં રાજય તથા કેન્દ્ર સરકારની તથા જુદા જુદા અન્ય વિભાગોને લગતી નોકરીની જાહેરાતો આપવામાં આવે છે. તથા સામાન્ય જ્ઞાન પણ આપવામાં આવે છે તથા જુદા જુદા ક્ષેત્રોમાં રોજગારીની તકો વિશે માર્ગ દર્શન આપવામાં આવે છે. નિયમીત વાંચવાની સલાહ છે. માહિતી ખાતાની વેબસાઇટ https://gujaratinformation.gujarat.gov.in/ પર જઇને PDF ફાઇલ ડાઉનલોડ કરીવાંચી શકાય છે. તેમજ અત્રે જુના અંક ઉપયોગી થઇ શકે તે હેતુથી સંગ્રહ કરવામાં આવેલ છે જેથી આ નીચે આપેલ લીન્ક પર કલીક કરવાથી જુના અંક વિભાગમાં જઇ શકાશે.
રોજગાર સમાચારના જુના અંક

લેટેસ્ટ ફેકટસ ઇન જનરલ નોલેજ

આ એક મંથલી મેગેજીન છે જે ખાનગી પબ્લીશર લીબર્ટી તરફથી બહાર પાડવામાં આવે છે અને લગભગ કેરીયર ઓરીયેન્ટેડ ગુજરાતી ભાષાનું સૌથી જુનું મેગીજીન છે. જેમાં સ્પર્ધાત્ક પરીક્ષામાં ઉપયોગી થઇ શકે તેવી ઘણી સારી માહિતી પુરી પાડવામાં આવે છે. આ મેગેજીન બુક સ્ટોલ પરથી છુટક મેળવી શકાય છે તેમજ લવાજમ ભરીને પોસ્ટથી પણ મંગાવી શકાય છે.

વર્લ્ડ ઇન બોક્ષ

ગુજરાતી ભાષાામાંં સ્પર્ધાત્મ પરીક્ષા વિષયક મંથલી મેગેઝિન છે. બુક સ્ટોલ / મગેઝિન ન્યુઝ પેપર્સ વેચતા સ્ટોર / પાથરણા પરથી મળી શકે છે. વેબ સાઇટઃ www.worldinboxmag.com છે. ભાવનગરથી પ્રકાશિત થાય છે.

ગુજરાત દિપોત્સવી

ગુજરાત સરકાર ના માહિતી ખાતા દ્રારા દર વર્ષે દિવાળી પર આ અંક બહાર પાડવામાં આવે છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સાહિત્ય અને સાંસ્કૃતિક વારસો માટે પણ ઉપયોગી છે અને ઘર પરીવારના સભ્યોને વાંચવા માટે પણ ઉપયોગી છે. બજારમાં મેગેજીન વાળા બુક સ્ટોલ પર પણ દિવાળી સમયે મળે છે. આ અંકની પી.ડી.એફ. ફાઇલ મેળવવા માટે અહિ કલીક કરો Dwonload