Anjana Yuva Information Portal

સ્પર્ધાત્મક પરીક્ષાના મૌખિક ઇન્ટરવ્યુ માટે માર્ગદર્શન

Number ઇન્ટર્વયુ ટીપ્સ
1 સામાન્ય રીતે કોઇ પણ જોબના ઇન્ટરવ્યુ લેવામાં આવતા હોય ત્યારે જે ખાતાનો ઇન્ટરવ્યુ હોય તે ખાતાને લગતા નિષ્ણાતો ઇન્ટરવ્યુ બોર્ડમાં બેસતા હોય છે. જે બોર્ડના સભ્યોની સામાન્ય રીતે ૨ થી પ સભ્યોની સંખ્યા હોય છે. જેમાં એકાદ સભ્ય સ્ત્રી સભ્ય હોય છે. તેમજ બધા જ સભ્યો ઉચ્ચ અધિકારીઓ હોય છે. જેમાં ઉમેદવારના વિષયનું જ્ઞાન તથા સામાન્ય જ્ઞાન તથા દેશ તથા વિશ્વની પ્રવર્તમાન સમસ્યાઓ વિશે ઉમેદવારનું શું મંતવ્ય છે તથા તે શું ઉકેલ સુચવે છે તેવું ખાસ કરીને તપાસવામાં આવતું હોય છે. તે દરમ્યાન ઉમેદવારની સામાન્ય વર્તણુંકનું પણ નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. સવાલ સાંભળીને તેમજ સવાલના જવાબ આપતી વખતે ઉમેદવારના ચહેરા પર કે બોડીના હાવભાવ વિગેરે નું ઓબ્ઝર્વેશન કરવામાં આવતું હોય છે. જેથી કોઇ પણ અઘરા સવાલથી મુંઝાઇ ના જાવું જોઇએ. અને ઓવર કોન્ફીડન્સ પણ ના થવું જોઇએ. તેમજ પોઝીટીવ એટીટયુડ રાખવું જોઇએ. ખોટા જવાબ નહિ આપવા જોઇએ.
2 ઉમેદવારે ઇન્ટરવ્યુ રૂમમાં પ્રવેશતી વખતે પરવાનગી માંગવી જોઇએ, જે પરવાનગી બોર્ડમાં બેસેલ અધિકારીશ્રીઓની મીડલમાં બેસેલ અિધકારીશ્રી તરફ નજર રાખીને માંગવી જોઇએ.
3 ઇન્ટરવ્યુ રૂમમાં ઉમેદવાર અને બોર્ડના સભ્યો વચ્ચે નાનું ટેબલ અથવા ટીપોય હોય છે પણ કયારેક ના પણ હોય, તેમજ ઉમેદવારને બેસવા માટે ખુરશી મુકેલી હોય પણ અને કદાચ ના પણ હોય જેથી જે પ્રમાણે ના સંજોગો ઇન્ટરવ્યુ રૂમમાં હોય તે પ્રમાણે યોગ્ય રીતે સભ્યતાથી વર્તવું ખુબજ જરૂરી છે. ઉમેદવારે ઇન્ટરવ્યુ રૂમમાં પ્રવેશવાની પરવાનગી લીધા પછી ઉમેદવારને બેસવા માટે ની ખુરશી મુકેલી હોય તો ખુરશીની પાછળ જઇ સીધા નોર્મલ સ્થિતિમાં ઉભા રહેવું જોઇએ. અને પોતાની પાસેની ફાઇલ ડાબા હાથમાં રાખવી જોઇએ. જો બે ખુરશી મુકવામાં આવેલી હોય તો ડાબી બાજુની ખુરશી પાછળ ઉભા રહેવું જોઇએ અને બેસવાનું કહેવામાં આવે ત્યારે આભાર સર કે થેંકયુ સર કહી ખુરશી પર સીધા અને ટટ્ટાર બેસવું, શરીરને બહુ કડક નહીં બનાવવાનું, બન્ને હાથ સીધા તેમજ હાથમાં ફાઇલ હોય તો બેઠક સ્થિતિમાં બન્ને હાથે ફાઇલ આડી કે ઉભી પકડી પગ સીધા આંટી માર્યા વગરના રાખી ફાઇલ બન્ને હાથથી પગ પર ટેકો લઇ બેસવું જોઇએ.
4 ઇન્ટરવ્યુ રૂમમાંથી જયારે બહાર નીકળવાનું હોય ત્યારે પણ આડા અવળું રૂમમાં જોયા સિવાય ખુરશી ઉપરથી ઉભા થઇ લેફટ ટર્ન મારી ડાબા હાથે ફાઇલ તથા જમણા હાથે દરવાજો ખોલી બહાર નીકળવું તથા દરવાજો બંધ થતી વખતે પછડાય નહિ તેનું ખાસ ધ્યાન રાખવું. અને ઇન્ટર્યુ રૂમથી દૂર નીકળી જવું.
5 જયારે તમે ઇન્ટરવ્યુ આપવા જાવ ત્યારે તમે કેવા કપડા પહેરેલા છે, તમારા વાળની સ્ટાઇલ, બુટ વિગેરે બાબતો પર પણ ધ્યાન આપવામાં આવતું હોય છે. જેથી ફોર્મલ લાઇટ કલરના કપડા હોવા જોઇએ, તમારા શરીરને શોભે તેવા સ્વચ્છ અને કોઇ ભપકો ન દેખાય તેવા ફુલ સ્લીવનું શર્ટ અને મેચીંગ પેન્ટ તેમજ બ્લેક કલરના સામાન્ય લેધર બુટ હોવા જોઇએ. ચંપલ કે સેન્ડલ પહેરવા હિતાવહ નથી. સ્ત્રી ઉમેદવાર લાઇટ મેકઅપ કરે તો ચાલે પણ બહુ ખ્યાલ આવે તેવું મેકઅપ ન કરવું જોઇએ. વાળ સફેદ દેખાતા હોય તો નેચરલ કલરની ડાઇ થી વાળને થોડી શાઇનીંગ આપી શકાય પણ ડાઇ કરી છે તેવું ખ્યાલ આવે તે રીતે ડાઇ ન કરવી. ઉમેદવારની પ્રતિભા સ્વચ્છ, સાદાઇ અને પ્રમાણિકતાની છબી રજુ કરે તેવા કપડા, બુટ તેમજ વાળ ની સ્ટાઇલ હોય તો ઇન્ટરવ્યુ લેનાર અધિકારી પર ઉમેદવારની સારી છબી ઉપસી આવતી હોય છે.
6 સૌ પ્રથમ તો તમે જે ખાતા ના જે પોસ્ટ માટે ની લેખીત કે પ્રવેશ પરીક્ષા/ટેસ્ટ પાસ થયા છો અને હવે તમને રૂબરૂ મોખિક ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે ત્યારે તમને જે તે ખાતા તેમજ તે ખાતાના વહીવટ માળખા વીશે પુરતી જાણકારી હોવી જોઇએ. એટલે કે ગુજરાત પોલીસ ના સેટ-અપ વિષે, તેના તમામ વિભાગો તથા હોદાઓ વિશે તમને પુરતું જ્ઞાન હોવું જોઇએ.
7 તમે જે પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આપવા જઇ રહ્યા છો તે પોસ્ટ પર તમે શા માટે જવા માગો છો તેવા પ્રશ્નનો જવાબ યોગ્ય અને વ્યાજબી લાગે તે રીતે આપવું જોઇએ. તમે અન્ય કોઇ જોબ કરતા હો તો તે જોબ છોડીને શા માટે આ પોસ્ટ પર આવવા માગો છો તેવા સવાલનો જવાબ પણ તમારે યોગ્ય રીતે આપવું જોઇએ અને આવા ચાલુ જોબ વિશેના સવાલના જવાબ ખુબ સાવધાની પુર્વક આપવા જોઇએ.
8 PSI ની પોસ્ટના ઇન્ટરવ્યુંમાં ઘણી વખતે એવું જોવા મળ્યું છે કે બીજા ખાતામાં PSI ની પોસ્ટ કરતાં સારી પોસ્ટ પર જોબ કરતા હોવા છતાં તેમજ અન્ય સારી જોબ મળી રહે તેવી ડીગ્રી / એજયુકેશન ધરાવતા હોવા છતાં તમે શા માટે પોલીસ ડીપાર્ટમેન્ટમાં આવવા માગો છો ? તેવા સવાલોના જવાબ પણ ખુબજ કાળજી પૂર્વક આપવા જોઇએ.
9 ઇન્ટરવ્યુ આપવા જનાર ઉમેદવાર જે જિલ્લામાંથી આવતા હોય તે જિલ્લાનું / વતન ના ગામ કે શહેરનું ઇતિહાસીક, ભૌગોલિક, સાંસ્કૃતિક તેમજ આર્થિક મહત્વ શું છે તે બાબતે ઉમેદવારને ખયાલ હોવું જોઇએ.
10 ઇન્ટરવ્યુ આપવા જનાર ઉમેદવારે કયા વિષયમાં સ્નાતક (ગ્રેજયુએશન) કે પોસ્ટ ગ્રેજયુએશન કરેલ છે તે વિષય નું ગહન જ્ઞાન હોવું જોઇએ કારણ કે મોટા ભાગે ઉમેદવારના વિષય ને લગતું પુછવામાં આવતું હોય છે.
11 અભ્યાસ સિવાય ઉમેદવારે જે કોઇ અન્ય પ્રવૃતીઓના પ્રમાણપત્રો રજુ કર્યા હોય તો તેના વિષે પણ પુરતું જ્ઞાન હોવું જોઇએ. દા.ત. ઉમેદવારે વોલીબોલનું રાજય કક્ષાનું કે રાષ્ટ્રીય કક્ષાનું સર્ટી રજુ કર્યું હોય અને ઇન્ટર્યુ વખતે તેને વોલીબોલના ગ્રાઉનન્ડનું માપ કે રમનાર કે અવેજી ખેલાડીઓની સંખ્યા પુછવામાં આવે તો આવા સમાન્ય સવાલોના જવાબ ઉમેદવારે જે કંઇ વિશેષ કૌષલ્ય ના સર્ટી રજુ કર્યા હોય તે બાબતે યોગ્ય જ્ઞાન હોવું જોઇએ.
12 ઉમેદવારને પોતાના શોખ અને આદત વિષે પણ ઘણીવાર પુછવામાં આવતું હોય ત્યારે સારૂ લગાડવા સારા સારા શોખ બતાવવાની જરૂર નથી નેચરલી પોતાને જે શોખ હોય તે બતાવવા જોઇએ. આવા સવાલોના જવાબ મેળવી ઇન્ટરવ્યુ લેનાર અધિકારી ઉમેદવારની પકૃતી જાણવાની કોશીષ કરતા હોય છે. જયારે આદત બાબતે કે જે વસ્તુ કરવી જ પડતી હોય જેમ કે બીડી, સિગારેટ વિગેરે, તો આવા સવાલના જવાબ કેવા આપવા તે ઉમેદવારે સમજી વિચારીને આપવા જોઇએ.
13 ઉમેદવારને જે સવાલ પુછવામાં આવે તે સવાલ ના બીલકુલ લગતું જ જવાબ આપવું જોઇએ. આડા અવળા જવાબો આપી સમય નહીં બગાડવું જોઇએ, જેનાથી ઇન્ટરવ્યુ લેનાર સામે ઉમેદવારની નેગેટીવ છાપ ઉભી થશે. તથા પુછવામાં આવેલ સવાલનો જવાબ હોય તેટલી જ માહિતી જવાબમાં આપવી જોઇએ. તમે પુછેલા સવાલ ના વિષય બાબતે બહુ જ સારું જાણો છો તેવું દેખાડવા વધારે પડતી માહિતી આપવાની ભૂલ નહિ કરવી જોઇએ. ઉમેદવારને જેવો સવાલ પુછવામાં આવે તેવો ત્વરીત જવાબ આપવું જોઇએ અને જવાબ આપી ને અટકી જઇ નવા સવાલ ની રાહ જોવી જોઇએ.