Anjana Yuva Information Portal

GPSC | ગુજરાત જાહેર સેવા આયોગ વર્ગ - ૧ અને વર્ગ - ર ની જાહેરાત ક્રમાંકઃ 40/2018-19 તથા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને અત્રે યોગ્ય માર્ગદર્શશન આપવાનું પ્રયાસ કરવામાંં આવેલ છે.

GPSC ગુજરાત જાહેર સેવા આયોગ જાહેરાત ક્રમાંકઃ 40/2018-19 વિગતવાર જોવા માટે નીચેની લીંક પર કલીક કરો

જાહેરાત 40/2018-19

ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ- ૧ અને ર ની પરીક્ષાનું વિગતવાર સીલેબસ (અભ્યાસક્રમ) PDF ફાઇલ ડાઉનલોડ માટે નીચેની લિંક પર કલીક કરો

સીલેબસ 40/2018-19

જાહેરાત ક્રમાંકઃ ૪૦/૨૦૧૮-૧૯ વર્ગ - ૧ અને ર ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષાના (એમેન્ડમેન્ટ) નિયમો - ૨૦૧૮ જોવા માટે નીચેની લીંક પર કલીક કરો

જાહેરાત 40/2018-19 ના નિયમો

ગુજરાત વહીવટી સેવા વર્ગ - ૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧ અને ર તથા મહાનગરપાલિકા ચીફ ઓફિસર વર્ગ - ર

જાહેરાત ક્રમાંક ૪૦/૨૦૧૮-૧૯ કુલ જગ્યા - ૨૯૪

ઓન લાઇન અરજી સ્વિકારવાનો સમય તા. તા. ૧૬/૦૭/ર૦૧૮ના કલાક ૧૩/૦૦ થી તા. ૩૧/૦૭/ર૦૧૮ ના કલાક ૧૩/૦૦ સુધી

ઓન લાઇન અરજી કરવાની વેબ લીન્ક https://gpsc-ojas.gujarat.gov.in અહિ કલીક કરો....

આ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પ્રીલીમ પરીક્ષાની સંભવિત તા. ૨૧/૧૦/૨૦૧૮ છે.



આ વખતે GPSC દ્વારા ગુજરાત વહીવટી વર્ગ - ૧ અને મુલ્કી સેવા વર્ગ - ૧ અને ર ની તથા મહાનગરપાલીકા ચીફ ઓફિસર વર્ગ - ર ની જગ્યાઓની ભરતી માટે અગાઉ ના અભ્યાસક્રમથી તદ્દન અલગ રીતે પરીક્ષા પધ્ધતિ લાગુ કરવામાં આવેેેલ છે. જે ર૦૧૭થી અમલમાં મુકવામાં આવેલ છે. સંપૂૂૂૂર્ણ સીલેબસ જાણવા આ વેબપેજ પર લીન્ક આપવામાં આવેલ છે ત્યાંથી PDF ફાઇલ સેવ પણ કરી શકાશે. તેમ છતાં વાંચવામાં સરળતા રહે તે માટે અત્રે નીચે GPSC દ્વારા જાહેર કરવામાં આવેલ અભ્યાસક્રમ આધારિત નીચે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે.

નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષાનું માળખું


૧. પ્રથમ પરીક્ષા ( પ્રીલીમ )

અનુક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્ન પેેેપરનું નામ (વિષય) સમય કુલ ફાળવેલ ગુણ
  હેતુલક્ષી સામાન્ય અભ્યાસ - ૧ ૨ કલાક ૨૦૦
  હેતુલક્ષી સામાન્ય અભ્યાસ - ૨ ૨ કલાક ૨૦૦
  કુલ ગુણ ૪૦૦
* પ્રશ્નપત્ર- ૧ અને ૨ નું સ્તર (standard) સ્નાતક કક્ષાનું રહેશે.

નોંધઃ ઉપરોકત હેેેેતુલક્ષી પરીક્ષામાંં લાયક થયેલ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા માટે લાયક ગણવામાંં આવશે.

૨. મુખ્ય પરીક્ષા (લેખિત) (descriptive type)

અનુક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્ન પેેેપરનું નામ (વિષય) સમય કુલ ફાળવેલ ગુણ
  વર્ણનાત્મક ગુજરાતી ૩ કલાક ૧૫૦
  વર્ણનાત્મક અંગ્રેેેેજી ૩ કલાક ૧૫૦
  વર્ણનાત્મક નિબંધ ૩ કલાક ૧૫૦
  વર્ણનાત્મક સામાન્ય અભ્યાસ-૧ ૩ કલાક ૧૫૦
  વર્ણનાત્મક સામાન્ય અભ્યાસ-૨ ૩ કલાક ૧૫૦
  વર્ણનાત્મક સામાન્ય અભ્યાસ-૩ ૩ કલાક ૧૫૦
  કુલ ગુણ ૯૦૦
નોંધઃ ઉપરોકત મુખ્ય પરીક્ષામાંં લાયક થયેલ ઉમેદવારોને મૌખિક પરીક્ષા ( રૂબર વ્યક્તિગત મુલાકાત કસોટી) આપવા માટે લાયક ગણવામાંં આવશે.

૩. મૌખિક પરીક્ષા ( રૂબરૂ મુલાકાત વ્યક્તિગત કસોટી )

અનુક્રમ પરીક્ષાનો પ્રકાર કુલ ફાળવેલ ગુણ
  રૂબરૂ મુલાકાત ( મૌખિક ઇન્ટર્વયુ ) ના કુલ ગુણ ૧૦૦

નોંધઃ આમ, કુલ ત્રણ તબક્કામાં પ્રીલીમ પરીક્ષા - ૪૦૦ ગુણ, મુખ્ય પરીક્ષા - ૯૦૦ ગુણ, મૌખિક પરીક્ષા - ૧૦૦ ગુણની રહેશે. જેમાં આખર પરિણામમાં પ્રીલીમ પરીક્ષાના ગુણ ધ્યાનમાં નહિ લેવામાં આવે. એટલે કે મુખ્ય પરીક્ષા અને મૌખિક પરીક્ષાના કુલ -૧૦૦૦ ગુણ પરથી મેરીટ બનાવવામાં આવશે.



પ્રીલીમ તથા મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ (સીલેબસ) નીચે મુજબ રહેશે.

1. પ્રીલીમ પરીક્ષા ( પ્રાથમિક પરીક્ષા) નો અભ્યાસક્રમ

સમામાન્ય અભ્યાસ - ૧ (પ્રાથમિક પરીક્ષા )

વિષય કોડઃ CSP1 (હેતુલક્ષી) | માધ્યમઃ ગુજરાતી/અંગ્રેજી | ગુણ - ર૦૦ | કુલ પ્રશ્નો - ર૦૦ | સમય - ૧ર૦ મીનીટ.

(ક) ઇતિહાસઃ

  1. સિંધુ ખીણની સભ્યતાઃ લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત
  2. વૈદિક યુગ - જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મ.
  3. ભારત પરના વિદેશી આક્રમણો અને તેનો પ્રભાવ.
  4. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યઃ તેમનું વહીવટી તંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિઓ, કલાઓ, સ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી.
  5. કનિષ્ક, હર્ષ અને દક્ષિણ ભારતીય રાજવંશો.
  6. દિલ્હી સલ્તનત, વિજયનગર સામ્રાજય અને મુઘલ સામ્રાજય
  7. ભક્તિ આંદોલન અને સૂૂૂૂફીવાદ.
  8. ગુુુુજરાતમાં ચાવડા, સોલંકી અને વાઘેલા રાજવંશો - તેમના શાસકો - વહીવટી તંત્ર, આર્થિક પરિસ્થિતિઓ, સમાજ, ધર્મ, સાહિત્ય, કળા અને સ્થાપત્ય.
  9. ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, સુલતાન અહમદશાહ-૧ લો, મહમુદ બેગડો અને બહાદુર શાહ.
  10. મુઘલો અને મરાઠાઓના શાસન દરમીયાન ગુજરાત, વડોદરામાંં ગાયકવાડનું શાસન અને વોકર કરાર.
  11. ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓ - સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ - બંગાળ, મૈસૂૂૂર, મરાઠાઓ અને હૈદરાબાદના વિશેષ સંદર્ભમાં.
  12. ગવર્નર જનરલ્સ અને વાઇસ રોયઝ
  13. ૧૮પ૭ નો ભારતનો સ્વાતંત્રય સંગ્રામ - ઉદ્ભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્વ, ગુજરાતના વિશેષ સંદર્ભમાંં.
  14. ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો.
  15. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતીકારીઓ.
  16. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજયોના સુધારાવાદી પગલાઓ - વડોદરાના સયાજી રાવ ગાયકવાડ, ગોંડલના ભગવતસિંહજી, મોરબીના વાઘજી - બીજા, ભાવનગરના ભાવસિંહજી - બીજા, રાજકોટના લાખાજી રાજ, નવાનગરના રણજિતસિંહના વિશેષ સંદર્ભ સાથે.
  17. મહાત્મા ગાંધી, તેમના વિચાર, સિધ્ધાંતો અને જીવન દર્શન, મહત્વના સત્યાગ્રહ - ગુજરાતના ખેડા, બોરસદ, બારડોલી, ધરાસણા, ધોલેરા, રાજકોટ અને લીમડી સત્યાગ્રહના વિશેષ સંદર્ભમાં.
  18. સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્ર્યોતર એકીકરણમાં સરદાર પટેલની ભૂૂૂૂમિકા.
  19. ડો. બાબા સાહેબ આંબેડકર, તેમનું જીવન અને ભારતના બંધારણના ઘડતરમાં તેમનું યોગદાન.
  20. આઝાદી પછીનું ભારતઃ દેશમાં રાજયોનુું પુનર્ગઠન, મહાગુુુુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ.

(ખ) સાંસ્કૃતિક વારસોઃ

  1. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસોઃ કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય.
  2. ભારતીય સંતપરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ.
  3. ભારતીય જીવંનપરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોષાક અને પરંપરાઓ.
  4. ભારતીય સંગીત અને તેેેેનું મહત્વ.
  5. ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય પ્રવૃતિ, સાંસ્કૃતિક-ધાર્મિક-સાહિત્યિક મહત્વ.
  6. ગુજરાતી ભાષા - બોલીઓ.
  7. ગુજરાતી રંગભૂૂૂમિઃ નાટકો, ગીતો, નાટ્યમંડળીઓ.
  8. આદિવાસી જનજીવનઃ તહેવારો, મેળાઓ, પોષક, ધાર્મિક વિધિઓ.
  9. ગુજરાતી સાહિત્યઃ પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો અને સાહિત્ય સંસ્થાઓ.
  10. ગુુુુજરાતના તીર્થસ્થળો અને પર્યટન સ્થળો

(ગ) ભારતીય રાજય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રિય સંબંધો.

  1. ભારતીય બંધારણ - ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂૂૂૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિધ્ધાંતો, બંધારણિય સુધારા, મહત્વની જોગવાઇઓ અને અંતનિર્હિત માળખું.
  2. સંઘ અને રાજયના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજય વિધાનમંડળઃ માળખું, કાર્યો અને સત્તા વિશેષાધિકારો. સમવાયતંત્રને લગતી બાબતો અને પડકારો, સ્થાનિક કક્ષા સુધી સત્તા અને નાણાની સોંંપણી અને તેની સમસ્યાઓ.
  3. બંધારણીય સંસ્થાઓઃ સત્તા, કાર્યો અને જવાબદારી.
  4. પંચાયતી રાજ.
  5. જાહેર નીતિ અને શાસન.
  6. શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનાંં પ્રભાવો.
  7. વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યયાયિક સંસ્થાઓ.
  8. અધિકાર સંલગ્ન મુદાઓ ( માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, એસ.સી. - એસ.ટી. અધિકારો, બાળકોના અધિકાર ) ઇત્યાદી.
  9. ભારતની વિદેશનિતી - આંતરરાષ્ટ્રિય સંબંધો - મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેમનું માળખું અને અધિકૃત આદેશ.
  10. કેન્દ્ર અને રાજય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો.

(ઘ) સામાન્ય બૌધ્ધિક ક્ષમતાઓ

  1. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા.
  2. સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.
  3. સંબંધ વિષયક પ્રશ્નો.
  4. આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ.
  5. ઘડીયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો.
  6. સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ.
  7. રૈૈૈખિક સમીકરણ ( એક કે બે ચલમાં)
  8. પ્રમાણ, હિસ્સો અને ચલ
  9. સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારીત સરેરાશ.
  10. ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમુળ, ઘનમુળ, ગુ.સા.અ. અને લ.સા.અ.
  11. ટકા, સાદુ વ્યાજ અને ચક્રવૃ્ધ્ધિ વ્યાજ, નફો અને નુકશાન.
  12. સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.
  13. સરળ ભૌમિતિક આકૃતિઓ ક્ષેત્રફળ અતે પરિમિતિ, જથ્થો અને સપાટીનો વિસ્તાર (છ સમાંંતર બાજુ ધરાવતો ઘન, ઘન, સીલીન્ડર, શંકુ આકાર, ગોળા આકાર).
  14. રેખા, ખુુુુણા અને સામાન્ય ભૌમિતિક આકૃતિઓ - સાદી કે ત્રાંસી સમાંંતર રેખાઓના ગુણધર્મો, ત્રિકોણની સાપેક્ષ બાજુઓના માપનના ગુુુુણધર્મો, પાયથાગોરસનો પ્રમેેય, ચતુર્ભૂૂૂજ, લંબગોળ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમભૂજ ચતુષ્કોણ.
  15. બીજગણિતનો પરીચય - BODMAS - કાનાભાગુવઓ - વિચિત્ર પ્રતીકોની સરળ સમજુતિ.
  16. માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યાપ્તતા, સંભાવના.

સમામાન્ય અભ્યાસ - ૨ (પ્રાથમિક પરીક્ષા )

વિષય કોડઃ CSP2 (હેતુલક્ષી) | માધ્યમઃ ગુજરાતી/અંગ્રેજી | ગુણ - ર૦૦ | કુલ પ્રશ્નો - ર૦૦ | સમય - ૧ર૦ મીનીટ.

(ક) ભારતીય અર્થતંત્ર અને આયોજનઃ

  1. સ્વતંંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસ - ઐતિહાસિક ચર્ચાઓ, આયોજનના મોડેલો અને સમયાન્તરે તેમાં આવેલા ફેરફારો. સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્રઃ નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગઃ ઉદ્દેેેેશો, બંધારણ અને કાર્યો.
  2. કૃષિ ક્ષેત્રઃ મુખ્ય પાકો, દેશના વિવિધ ભાગોમાં પાકની તરેહ, સિંચાઇ, સંસ્થાકીય માળખું - ભારતમાં જમીન સુધારણાઓ; કૃષિમાંં ટેકનોલોજીકલ પરિવર્તનો - કૃષિ નીપજકક અને ઉત્પાદનોની ભાવનીતિ; કૃષિ અને ઉધોગ વચ્ચે વેપારની શરતો; કૃષિ વિત્તિય નીતિ; કૃષિ વેચાણ અને સંગ્રહ; ખાધ સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતી, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી માટેની નીતિ.
  3. ઔધોગિક નીતિ; જાહેર ક્ષેત્રના સાહસો અને તેમની કામગીરી; ખાનગીકરણ અને વિનીવેશિકરણની ચર્ચા; ખાસ આર્થિક વિસ્તાર ( SEZ ) અને ઔધોગિકરણ, વિદેશી મૂૂૂૂડી રોકાણ અને સ્પર્ધાની નીતિ.
  4. ભારતીય અર્થતંત્રમાં આંતર માળખુંઃ આંતરમાળખાકીય સુવિધાઓ નો અર્થ અને મહત્વ-પાણી પુુુરવઠો અને સ્વચ્છતા-ઉર્જા અને વીજળી - વિજ્ઞાન અને ટેકનોલોજી - ગ્રામીણ અને શહેેેેરી આંતરમાળખાગત સુવિધાઓ - બંદરો, માર્ગો, હવાઇ મથકો, રેલ્વે ટેલીકોમ્યુનિકેશન. સોસીયલ ઇમ્પેકટ અસેેેેસમેન્ટ.
  5. સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરેહ - વૃદ્ધિ દર, જાતિ, ગ્રામીણ - શહેરી સ્થાનાંતરણ, સાક્ષરતા, પ્રાદેશિક; ગરીબી અને અસામનતાનુું માળખું અને વલણો, માળખુું અને રાષ્ટ્રિય ગ્રામ્ય રોજગાર નીતિઓ. વિકાસના નિર્દેશકો - જીવનની ભૌતિક ગુુુુણવતા નો આંક, માનવ વિકાસ આંક, માનવ ગરીબી આંક, જાતિય વિકાસ આંક, રાષ્ટ્રિય સુખાકારી આંક.
  6. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા; ભારતીય કર પદ્ધતી જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય. કેન્દ્ર અને રાજયના નાણાકીય સબંધો. તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ અને તેમની અસરો. વસ્તુ અને સેવા કર ( GST ): ખ્યાલ અને સુચિતાર્થો.
  7. ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા. સુધારાઓ પછીના સમયમાં ભારતની લેણદેણની તુલાની સ્થિતિ.
  8. ગુજરાતનું અર્થતંત્ર - એક અવલોકન; ગુજરાતમાં સામાજિક ક્ષેત્રોઃ શિક્ષણ, આરોગ્ય અને પોષણ. વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર, ભારત અને પ્રમુખ રાજયોની તુલનાએ, કૃષિની મુખ્ય સમસ્યાઓ, વન, જળ સંસાધનો, ખાણ, ઉધોગ અને સેવા ક્ષેત્ર. આર્થિક અને સામાજિક, માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ - એક મુલ્યાંકન.

(ખ) ભૂૂૂૂગોળ.

  1. સામાન્ય ભૂગોળઃ સૂૂૂૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને રૂતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિસ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંઘટન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુુુુચ્ય અને વાતાગ્ર વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરોઃ ભૌતિક રાસાયણીક જૈવિક લાક્ષાણિકતાઓ જલીય આપત્તિઓ દરીયાઇ અને ખંડીય સંશાધનો.
  2. ભૌતિક ભૂગોળઃ ભારત ગુજરાત અને વિશ્વના સંદર્ભમાંઃ મુખ્ય પ્રાકૃતિક વિભાગો ભૂકંપ અને ભૂસ્ખલન કુદરતી અપવાહ મૌસમી આબોહવાના પ્રદેશો વાતાવરણીય વિક્ષોભ ચક્રવાત કુદરતી વનસ્પતિઃ રાષ્ટ્રિય ઉધ્ધાન અને અભયારણ્યો જમીનના મુખ્ય પ્રકારો ખડકો અને ખનીજો.
  3. સામાજિક ભૂગોળઃ ભારત ગુજરાત અને વિશ્વના સંદર્ભમાંઃ વસ્તીનું વિતરણ વસ્તી ઘનતા વસ્તી વૃધ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા વ્યવસાયિક સંંરચના અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ વસ્તી નૃજાતી સમુુુહ, ભાષકીય સમૂૂૂહ ગ્રામીણ-શહેરી ઘટકો શહેરીકરણ અને સ્થળાંતર મહાનગરીય પ્રદેશો.
  4. આર્થિક ભૂગોળઃ અર્થતંત્રના મુખ્ય વિભાગો કૃષિ ઉધોગ સેવાઓ તેમની મુખ્ય લાક્ષણિકતાઓ પાયાના ઉધોગ - કૃષિ ખનિજ જંગલ ઇંંધણ ( બળતણ) અને માનવશ્રમ આધારિત ઉધોગો પરિવહન અને વેપાર પધ્ધતિઓ અને સમસ્યાઓ.

(ગ) વિજ્ઞાન અને ટેેેેકનોલોજીઃ

  1. વિજ્ઞાન અને ટેકનોલોજી; વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રિય નીતિ ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંંસ્થાઓ તેમની પ્રવૃતિઓ અને યોગદાન પ્રસિધ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન.
  2. ઇન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી)ઃઃ આઇસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર. રોજબરોજના જીવનમાં આઇસીટી અને ઉધોગ, આઇસીટી અને ગવર્નન્સ આઇસીટીને ઉતેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઇ-ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ નેટીકવેટ્સ, સાયબર સીકયોરીટીની ચિંતા, નેશનલ સાયબર ક્રાઇમ પોલીસી.
  3. અંતરીક્ષ/અવકાશ અને સંરક્ષણ સેવાઓમાંં ટેકનોલોજીઃ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતી / વિકાસ. ઇસરો - તેની પ્રવૃતિઓ અને સિધ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો, દુર સંચાર માટે ઉપગ્રહો, ઇન્ડીયન રીજીયોનલ નેવીગેશન સેટેલાઇટ સીસ્ટેમ ( IRNSS ), (ISRO), ઇન્ડીયન રીમોટ સેન્સીંગ (IRS) સેટેલાઇટ, ભારતીય મીસાઇલ કાર્યક્રમ સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપગ્રહ, એજયુસેટ, ડીઆરડીઓ (DRDO) - વિઝન, મિશન અને પ્રવૃતિઓ.
  4. ઉર્જાની જરૂરીયાત અને કાર્યક્ષમતાઃ ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરીયાત અને ઘટ ભારતના ઉર્જા સ્ત્રોતો અને આધારિતતા ભારતની ઉર્જા નીતિ - સરકારની નીતિઓ અને કાર્યક્રમો.
  5. ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબધ્ધતાઃ ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ અન્ય દેશો સાથેની ભારતની પરમાણુ સહકારીતા ભારત અને ન્યુકલીયર સપ્લાયર્સ ગ્રુપ (NSG), ભારતની પરમાણું હથિયાર નીતિ ડ્રાફટ ન્યુક્લિયર ડોક્ટ્રીન ઓફ ઇન્ડીયા પરમાણુ અપ્રાસાર સંધિ ( NPT ) કોમ્પ્રીહેન્સીવ ટેસ્ટ બાન ટ્રીટી ( CTBT), ફીસાઇલ મટેરીયલ કટ ઓફ ટ્રીટી ( FMCT ) કોન્ફરન્સ ઓન ડીસઆર્મામેન્ટ ( CD ), ન્યુક્લીયર સીકયોરીટી સમીટ (NSS) અને ભારત.
  6. પર્યાવરણ વિજ્ઞાનઃ પર્યાવરણને લગતા મુદ્દાઓ અને નિસ્બત, તેના કાયદાકીય પાસા, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધીઓ, બાયોડાયવર્સીટી (જૈવ વિવિધતા ) તેનું મહત્વ અને નીસ્બત, કલાઇમેટ ચેન્જ, આંતર રાષ્ટ્રિય પ્રયત્નો (નીતિઓ અને પ્રોટોકોલ ) તથા ભારતની પ્રતિ બધ્ધતા, વન અને વન્યજીવન- વન અને વન્ય જીવન સંરક્ષણ માટે કાયદાકીય માળખું. પર્યાવરણિય આપતિઓ પ્રદુષણ કાર્બન ઉત્સર્જન વૈશ્વિક ગરમી (તાપવૃધ્ધિ) કલાઇમેંટ ચેંજ અને આપતિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એકશન પ્લાન બાયોટેેેકનોલોજી અને નેનો ટેકનોલોજીના સ્વરૂપ, ક્ષેત્ર અને ઉપયોગ/અમલ નૈતિક, સામાજિક અને કાયદાકીય મુદાઓ સરાકરી નીતિઓ જીનેટીક એન્જીનીયરીંગ અને તેને સંબંધિત મુદ્વાઓ તથા તેની માનવ જીવન પર અસર. સ્વાસ્થય અને પર્યાવરણ.

(ધ) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ


સમાપ્ત